પાટણ સમરસ હોસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તા

Featured Video Play Icon
Spread the love

પાટણ સમરસ હોસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તા
હોસ્ટેલમાં જીવાતો વાળું અને કાચું-પાકું ભોજન
વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો

પાટણની સમરસ હોસ્ટેલ વિવાદોના ઘેરામાં આવી છે. હોસ્ટેલમાં પીરસવામાં આવતા ભોજનની અત્યંત ખરાબ ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આરોપ છે કે વિદ્યાર્થીઓને કાચું-પાકું ભોજન આપવામાં આવે છે અને તેમાં જીવાત પણ નીકળી રહી છે.

પાટણની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ભોજનને લઈને હાલાકી ભોગવી રહેલા વિદ્યાર્થીઓએ આખરે મેદાનમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે મેસના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબનું ભોજન આપવામાં આવતું નથી. ક્યારેક ભોજન કાચું પાકું તો ક્યારેક ભોજન મા જીવતો પણ નીકળતી હોવાનું સામે આવ્યું હતું. તો રાત્રી દરમ્યાન મિષ્ટાનમા ‘લાકડા તોડ’ લાડુ આશ્ચર્યની વાત તો એ છે કે, ભોજનમાં આપવામાં આવેલા બુંદીના લાડુ એટલા કઠણ હતા કે વિદ્યાર્થીઓને તે ખાવા કેવી રીતે તે એક પ્રશ્ર્ન ઉભો થવા પામ્યો હતો . ગુણવત્તા વગરના અને કાચા-પાકા ખોરાકને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. અધિકારીની ખાતરી અને કડક સૂચના બાદ મામલો શાંત પડ્યો હતો અને અંતે વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું. જોકે, સવાલ એ ઊભો થાય છે કે શું નોટિસ આપ્યા બાદ ખરેખર ભોજનની ગુણવત્તા સુધરશે કે પછી વિદ્યાર્થીઓને ફરીથી આવું જ ભોજન ખાવા મજબૂર થવું પડશે ?

હોબાળાની જાણ થતા જ અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક તાત્કાલિક હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીઓએ અધિકારી સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી અને ભોજનની થાળીઓ બતાવી ન્યાયની માંગ કરી હતી.નાયબ નિયામકે ભોજન વિભાગના કોન્ટ્રાક્ટર સાથે ચર્ચાઓ કરી હતી અને સ્પષ્ટ સૂચના આપી છે કે ભોજનની ગુણવત્તામાં કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જે એજન્સી પાસે રસોઈનો કોન્ટ્રાક્ટ છે તેને તાત્કાલિક કારણદર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *