માંગરોળ : ધ સુરત વણકર સહકારી સંઘ લી વિરુદ્ધ અપાયું આવેદન પત્ર

Featured Video Play Icon
Spread the love

માંગરોળ : ધ સુરત વણકર સહકારી સંઘ લી વિરુદ્ધ અપાયું આવેદન પત્ર
કામદારોનું કંપનીઓમાં શોષણ કરાતું હોવાના કર્યા આક્ષેપ.
મોટી સંખ્યામાં કામદારો માંગરોળ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા

માંગરોળ તાલુકાના દીણોદ ગામે આવેલ ધ સુરત વણકર સહકારી સંઘ નામની કંપનીમાં કામદારોના થઈ રહેલા શોષણના વિરોધમાં માંગરોળ ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માગ થઈ હતી.

માંગરોળ તાલુકાના દીણોદ ગામે આવેલ ધ સુરત વણકર સહકારી સંઘ કંપનીમાં કામદારોના થતા શોષણના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી.રોજમદાર શ્રમિકો દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. રોજમદાર શ્રમિકોને લઘુત્તમ વેતન ના પરિપત્રથી વિપરીત ઓછી ચૂકવણી કરવાની રાવ ઉઠી. કામદારોનું કંપનીઓમાં શોષણ કરાતું હોવાના આક્ષેપ કર્યા છે. શ્રમિકોને દૈનિક ૮ કલાક કામ કરવાને બદલે ૧૨ કલાક કામ કરાવી શોષણ થતું હોવાના કામદારોના આક્ષેપ કર્યા છે. માંગરોળના દિણોદ ખાતે આવેલી યાર્ન બનાવતી કપની દ્વારા શ્રમયોગીનું શોષણ કરાઇ છે. મોટી સંખ્યામાં કામદારો માંગરોળ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. મામલતદારને વેતન કરતા ઓછી ચૂકવણી સહિત કંપની દ્વારા કરતાં શોષણ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *