રાજકોટમાં વધુ એક મારામારી અને ફાયરિંગની ઘટના.

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં વધુ એક મારામારી અને ફાયરિંગની ઘટના.
સોસાયટીમાં પાર્કિંગ બાબતે બબાલ.
ગોવિંદ ચાવડા સહિત 7 લોકોએ કર્યો હુમલો.

રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે, જેમાં રેલનગર વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે પિતા-પુત્ર સહિતની ટોળકીએ યુવાન પર ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો. બાદમાં હવામાં ફાયરિંગ કર્યાનો પણ આક્ષેપ ઈજાગ્રસ્ત યુવાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે ફાયરિંગ થયું છે કે કેમ? તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં પોપટપરા નજીક આવેલી અમૃત સોસાયટીમાં થોડા દિવસ અગાઉ વાહન પાર્ક કરવા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી ગત મોડીરાતે સંજય રાઠોડ નામના યુવાન પર પાડોશી ગોવિંદ ચાવડા અને તેના પુત્ર જીતુ ચાવડા સહિત સાત જેટલા શખસોએ આવી ધોકા, પાઇપ વડે હુમલો કર્યા હતો. એટલું જ નહિ હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્ત સંજય રાઠોડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સાથોસાથ SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જો કે, પ્રાથમિક તપાસમાં ફાયરિંગ થયાનો કોઈ પુરાવો પોલીસને મળ્યો નથી. ઇજાગ્રસ્ત સંજય રાઠોડના પત્ની મીરા રાઠોડએ જણાવ્યું હતું કે, બે ત્રણ દિવસ વાહન પાર્ક કરવા બાબતે પાડોશી ગોવિંદ ચાવડા સાથે બોલાચાલી થઇ હતી. આ પછી સમાધાન પણ થઇ ગયું હતું. દરમિયાન 7 નવેમ્બરની મોડીરાતે ગોવિંદ ચાવડા ઘર પાસે આંટા મારી સંજય ક્યાં છે ?

જ્યારે આ ઘટનાની જાણ થતા રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ, SOG ક્રાઇમ બ્રાન્ચ તેમજ સાથે સાથે એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. રાજકોટ શહેર ઝોન 2 ડીસીપી રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, વાહન પાર્ક કરવાની જૂની માથાકૂટનો ખાર રાખી ગોવિંદભાઇ ચાવડા અને જીતુભાઇ ચાવડા સહિતનાઓએ સંજય રાઠોડ પર હુમલો કર્યો હોવાની જાણ પોલીસને મળી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત સંજય રાઠોડ દ્વારા ફાયરિંગ થયા અંગે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જો કે, હાલમાં ફાયરિંગ થયા અંગે કોઈ ચોક્કસ પુરાવા પોલીસને હાથ લાગ્યા નથી, જેથી પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *