સાવરકુંડલાના ખેડૂતોમાં રોષ
વીજપડી ગામે પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો કર્યું હલ્લાબોલ
ઘાંડલા ફીડરમાં વારંવાર બંધ થતા ખેડૂતોમાં રોષ
લાઈટ આપો લાઇટ આપોના સુત્રોચ્ચાર ખેડૂતોએ કર્યો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘાડલા નીચે આવતા ગામડાઓમાં વીજળી સમયસર ન મળતાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં પહોંચી હલાબોલ મચાવ્યો હતો.
અમરેલી: સાવરકુંડલાના વીજપડી ગામે PGVCL કચેરી ખાતે ખેડૂતો હલાબોલ મચાવ્યો હતો. વીજપડી ગામે ઘાંડલા ફિડરના ખેડૂતો રાત્રિએ પીજીવીસીએલ પહોંચ્યા હતા. રાત્રિના વીજપાવર થી પરેશાન 50 જેટલા ખેડૂતોએ કચેરીનો ઘેરાવ કર્યો હતો. વીજપડી નીચે આવતા ઘાંડલા, ભમ્મર, ચીખલી, ભાક્ષી ગામના ખેડૂતો વિજ પુરવઠોને લય ભારે પરેશાની ભોગવવી રહ્યા છે.ઘાંડલા ફીડરમાં વારંવાર બંધ થતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ વચ્ચે ખેડૂતો રાત્રિના PGVCL કચેરીએ પહોંચ્યા હતા. લાઈટ આપો લાઇટ આપોના સુત્રોચ્ચાર ખેડૂતોએ કર્યો હતો. રાત્રિના ખેડૂતોના હલ્લાબોલથી PGVCL અધિકારી વીજપડી દોડતા આવ્યા હતા. ખેડૂતોએ રાત્રિના આવેદનપત્ર પાઠવી વીજ પુરવઠો સમયસર મળે તેવી માંગ કરી હતી.
