માંડવી પોલીસ તંત્ર ખાતે પીઆઈ સી.બી ચૌહાણને લાગણીસભર વિદાય

Featured Video Play Icon
Spread the love

માંડવી પોલીસ તંત્ર ખાતે પીઆઈ સી.બી ચૌહાણને લાગણીસભર વિદાય
પી.આઈ સી.બી ચૌહાણની અમદાવાદ શહેર ખાતે બદલી

માંડવી પોલીસ તંત્ર ખાતે પી.આઈ સી.બી ચૌહાણની અમદાવાદ શહેર ખાતે બદલી થતાં આજરોજ માંડવી પોલીસ તંત્રના સ્ટાફ દ્વારા એએસપી અક્ષેશ એન્જિનિયરની અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

માંડવી પોલીસ પીઆઈ સી.બી ચૌહાણની બદલી થતા વિદાય પ્રસંગે એએસપી દક્ષેશ એન્જિનિયરના હસ્તે શ્રીફળ પુષ્પગુચ્છ અને સન્માનિત કર્યા હતા, આ પ્રસંગે તડકેશ્વર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જાદવ તેમજ પી.એસ.આઇ ઠાકોર દ્વારા પાંચ માસના ટૂંકા ગાળામાં કરેલ કામગીરીને સરાહના કરી હતી. અને હવે પછી નવી જગ્યાએ પણ એમની ઉજ્વળ કારકિર્દીની શુભકામના પાઠવી હતી. હેડ કોસ્ટેબલ મહેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે કાબુ મેળવવો એ એમની પાસે થ અમોને શિખવા મળ્યું છે. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ એએસપી અક્ષેશ એન્જિનિયરએ જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સુંદર રીતે અને પ્રમાણિકતાથી બજાવી છે અને સી.બી ચૌહાણએ મને કહ્યું હતું કે, તમારે આવવું નહીં પડે અને ખરેખર અહીં મારે માંડવી ખાતે આવવું પડ્યું નથી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પીઆઈ સી.બી ચૌહાણએ જણાવ્યું હતું કે, માંડવી સ્ટાફ હું હું જે કંઈ સૂચના આપતો તેનું તાત્કાલિક પાલન થતું હતું અને માંડવીના પોલીસ તંત્રના તમામ કર્મીઓની કામગીરીની સરહના કરી હતી. આ પ્રસંગે પોલીસ તંત્રના સબ ઇન્સ્પેક્ટર રાઠવા તથા સબઇન્સ્પેક્ટર કેવી પટેલતમામ કર્મચારીઓએ પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી તેમજ સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા તથા માંડવી નગરના મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તથા નગરના પત્રકારો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. અંતે તમામ કર્મચારીઓએ પીઆઇસી બી ચૌહાણને ગુલાબની પાંદડીઓ થી વધાવી લઈ સન્માનિત કર્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *