સુરત : શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે લાખો રૂપિયા પડાવી લેવાના ગુનામાં એક આરોપી ઝડપાયો
શેર બજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવું કહી આરોપીઓએ વિશ્વાસમાં લીધા
આરોપીઓએ ફરિયાદી પાસે 6,75,600નું રોકાણ કરાવડાવ્યું હતું
પોલીસે બેન્ક એકાઉન્ટ ધારક ચિરાગ પ્રજાપતિ ની કરી ધરપકડ
શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેમ કહી ફરિયાદી પાસેથી લાખો ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરનારને પાટણથી સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડયો છે.
ઓનલાઈન ઠગાઈના વધી રહેલા બનાવો વચ્ચે સુરતના ફરિયાદીને શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેમ કહી ફરિયાદી પાસેથી શેર ટ્રેડીંગના નામે 6 લાખ 75 હજાર 600 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા પાટણ હારીજના ચિરાગકુમાર રામજી પ્રજાપતિને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો હતો. તો આરોપી ચિરાગ સાયબર ક્રાઈમ આચરનારાઓને કમિશન પર બેંક એકાઉન્ટ આપતો હોવાનુ સામે આવ્યુ છે. અને તેના એકાઉન્ટો પર હરિયાણા, પંજાબ, ગુજરાત, યુપી, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સાત જેટલા ગુનાઓ નોંધાયા હોવાનુ સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યુ હતું.
