અમરેલી: વડીયા તેમજ આજુબાજુના ખેડૂતએ મામલતદારને આવેદનપત્ર આપી
વડિયા સરદાર ખાતર ડેપો બંધ થવાની શક્યતાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.
સરદાર ખાતર પૂરું પાડતો ડેપો બંધ ન થાય તેવી રજૂઆત કરી
અમરેલી: વડીયા શહેરમાં ખેડૂતોને સરદાર ખાતર વર્ષોથી પૂરું પાડે છે. વડિયા સરદાર ખાતર ડેપો 30 /8/ 2025 ના રોજ બંધ થવાની શક્યતાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વડિયા અને ગ્રામ્ય વિસ્તારમા ખેડૂતોએ મામલતદારને આપી રજૂઆત કરી.વડીયા તેમજ આજુબાજુના ખેડૂતએ મામલતદારને આવેદનપત્ર આપી. સરદાર ખાતર પૂરું પાડતો ડેપો બંધ ન થાય તેવી રજૂઆત કરી હતી. સરદાર ખાતે ડેપો બંધ થશે તો વડીયા તાલુકાના 42 ગામના ખેડૂતોને ખાતર મેળવવુ મુશ્કેલી બનશે. સરદાર ડેપો બંધ ન થાય એ માટે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો સાથે આવેદનપત્ર આપ્યું હતું. હાલ ખેડૂતોને ખાતરની જરૂરિયાત હોય સરદાર ડેપો દ્વારા ખાતર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું..
