અમરેલીઃ 28 લાખનું દેણું થતા યુવતીના આપઘાત મામલે બે લોકોની ધરપકડ

Featured Video Play Icon
Spread the love

અમરેલીઃ 28 લાખનું દેણું થતા યુવતીના આપઘાત મામલે બે લોકોની ધરપકડ
ટેલિગ્રામ ચેનલમાં ફસાવી 28 લાખ પડાવી લેતા ભૂમિકાએ આત્મહત્યા કરી હતી
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 2 આરોપી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી

અમરેલી જિલ્લામાં એક મહિના પહેલા ખાંભાની ભાડ ગામે યુવતીએ અનાજના ટિકડા ખાય આત્મહત્યા કર્યા બાદ સુસાઈટ નોટ મળતા 28 લાખનું લેણું કરાવના ઠગાઈનું મોટું રેકેટ અંગે તપાસનો ધમધમાટ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 2 આરોપી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી.. જુઓ આ રીપોર્ટમાં..

અમરેલી જિલ્લામાં આવેલ તારીખ 17-07-2025ના ખાંભામાં એક ખાનગી ફાઇનાન્સ બેંકમાં ભૂમિકા સોરઠીયા નામની યુવતી કામ કરતી હતી અને અચાનક અનાજના ટિકડા ખાય આપઘાત કર્યો હતો આ દરમ્યાન યુવતીને સારવાર માટે ખાંભા રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોત થતા આત્મહત્યા અને મરવા મરીજવા મજબુર કર્યાની અલગ અલગ કલમ હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો અને એક સુસાઈટ નોટ મળી આવી હતી જેમાં 28 લાખ નું લેણું થયાનો ઉલ્લેખ કર્યો ઉપરાંત Shine.com કંપની માંથી દેવું થયાની સુસાઈટ નોટના આધારે પોલીસએ ગુન્હો નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કયા ઘટનામાં મૂળ સુધી પોહચવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા સૂચનાઓ આપતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે આ ઠગાઈ કરી પેસા પડાવવા માટેનું મોટું રેકેટમાં મોટી સંખ્યામાં આરોપીઓ આવી શકે છે. યુવતી ટેલિગ્રામ મારફતે એક ચેનલના કોન્ટેકમાં આવી જેમાં ટાર્ગેટ આપવામાં આવતો હતો મૃતક યુવતી સહિત અલગ અલબ ચેનલના સભ્યો હતા જેમાં આ યુવતીને વળતર પણ ચૂકવતા હતા અને ધીરે ધીરે વિશ્વાસમાં આવી ગઈ અને મેમ્બરસીપ માટે પેસા પડાવ્યા ધીરે ધીરે અલગ અલગ બાને પેમેન્ટ લીધું પછી પેસા ફ્રીજ થયા પછી અન્ય પેસા લેવા માટે અન્ય રકમ આપવી પડશે આવી રીતે કુલ 28 લાખ પડાવ્યા જેના કારણે આ મૃતક યુવતીને આ પગલું ભરવાની ફરજ પડી હતી જેમાં ટેક્નિકલ ટીમ પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપી પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ મધ્યપ્રદેશ રાજય,રાજસ્થાન રાજ્યના જોધપુરના રોહિત ઉર્ફે જોન અમુલખ રામચંદ્રણી સહિત બંનેની ધરપકડ કરી ખાંભા પોલીસ સ્ટેશનમાં પૂછ પરછ હાથ ધરી છે.બને આરોપીઓ એકાઉન્ટ હોલ્ડર છે બધી માહિતીઓ ઉપર અન્ય વ્યક્તિઓને આપતા હતા અને આ યુવાનોને કમિશન પણ મળતું હતું હાલ પોલીસ તપાસ કરી રહી છે આ મોટું રેકેટ નીકળી શકે છે હાલ અન્ય આરોપીઓ અંગે શોધખોળ હાથ ધરી હતી. આ મૃતક યુવતી દ્વારા અલગ અલગ ગુગલ પે બેન્ક મારફતે પેમેન્ટ ટ્રાન્સફર કરેલ છે હાલ અન્ય આરોપીઓ અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે આવતા દિવસોમાં મોટી સંખ્યામાં અલગ અલગ આરોપીઓ ઝડપાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *