સુરત ગ્રામ્યમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

Featured Video Play Icon
Spread the love

સુરત ગ્રામ્યમાં દારૂની હેરાફેરી ઝડપાઈ
પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
જથ્થા સાથે બે ઝડપાયા, બે વોન્ટેડ જાહેર કર્યા .

સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે વિદેશી દારૂના તથા મુદ્દા માલ સાથે કુલ ૬,૭૮,૬૩૦ લાખના જથ્થા સાથે બે ઝડપાયા, બે વોન્ટેડ જાહેર કર્યા .

સુરત જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ ની સૂચનાથી પ્રોહિ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરવાની સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશકુમાર જોઈસર સાહેબ ના ઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં જે ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી આવી પ્રવૃત્તિ સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા માટે સૂચન કરેલ હોય તેથી શ્રી આર.બી ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલ સી બી સુરત ગ્રામ્ય દ્વારા ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં આવેલી એલસીબી શાખાની અલગ-અલગ ટીમો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબીના અ.હે.કો સ્મિત રમેશ, દિનેશ કાનજી અને અ.પો.કો અક્ષય શંકરને સંયુક્ત બાતમી મળી હતી કે એક ગ્રે કલરની નિશાન ટેરેનો કાર (નંબર GJ-05-JF-5968) દ્વારા વિદેશી દારૂનો જથ્થો લઈ ઉકાઈથી મગતરા થઈ પીપલવાડા ગામ તરફ લવાઈ રહી છે. જાત માહિતી મળતાની સાથે જ એલસીબીની ટીમે તરત મગતરા-પીપલવાડા રોડ પર બ્રિજ પાસે નાકાબંધી ગોઠવી હતી. શંકાસ્પદ ગાડી આવતાની સાથે જ અટક કરી તપાસ હાથ ધરતા અંદરથી વિદેશી દારૂ ભરેલી કાર સહિત કુલ રૂ. ૬,૭૮,૬૩૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત મનાભાઈ ઉર્ફે મુન્ના ગામીત અને મેહુલ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *