સુરતમાં દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાનો હેતુ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાનો હેતુ
હીરાબાનો ખમકાર યોજના હેઠળ વિતરણ
1100 જેટલી વિદ્યાર્થિનીઓને રૂપિયા 7500 ની રાશિના ચેક

સુરતમાં દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે શરૂ કરાયેલી હીરાબાનો ખમકાર યોજના હેઠળ આજે ચોથા ચરણના સહાય વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં 1100 જેટલી વિદ્યાર્થિનીઓને રૂપિયા 7500 ની રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.

સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ દ્વારા આ હીરાબાનો ખમકાર યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત દીકરીઓને શિક્ષણમાં મદદરૂપ થવા માટે ફોર્મ ભરીને સહાય આપવામાં આવે છે. આર્થિક સહાયનો હેતુ દીકરીઓનું શિક્ષણ અટકાવવાને બદલે તેમને પ્રોત્સાહન આપવાનો છે. સુરતમાં યોજાયેલા ચોથા ચરણના સહાય વિતરણ કાર્યક્રમમાં એક જ દિવસમાં 1100 દીકરીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુથ ફોર ગુજરાતના જીગ્નેશ પાટીલ, સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ, પૂર્વ મેયર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન અને અન્ય અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા. આ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી, જે આ યોજનાને વિશેષ મહત્ત્વ આપે છે. આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી દિવસોમાં આ યોજનાનો વ્યાપ માત્ર સુરત શહેર પૂરતો સીમિત ન રહેતા, ત્યારબાદ સમગ્ર ગુજરાતની દીકરીઓને હીરાબાનો ખમકાર યોજનાનો લાભ આપવામાં આવશે, જે એક ગૌરવની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *