અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ ચાંદી ચોરી કેસમાં કર્યો મોટો ખુલાસો.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ ચાંદી ચોરી કેસમાં કર્યો મોટો ખુલાસો.
40 કિલો ચાંદીના જથ્થા સાથે આરોપી પકડાયો
એક આરોપીને પકડવા સુરત, વડોદરામાં તપાસ ચાલુ

રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરી થવાનો કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે. 40 કિલો ચાંદીના જથ્થા સાથે આરોપી પકડાયો છે. મહેસાણામાં ચાંદીનો માલ વેચે તે પહેલા આરોપી પકડાઈ ગયો. આ કેસનો એક આરોપી હજુ પણ ફરાર છે, ને એક આરોપીને પકડવા સુરત, વડોદરામાં તપાસ ચાલુ છે

રાજકોટમાં થયેલી ૧૨૦ કિલો ચાંદીની ચોરી ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ૪૦ કિલો ચાંદીના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચોરાયેલા મુદ્દામાલ મહેસાણામાં વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન જ ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી હતી. હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપીને પકડવા માટે સુરત અને વડોદરામાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

રાજકોટના રણછોડનગરમાં ચાંદીના વેપારીના મકાનમાંથી 140 કિલોગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. અંદાજીત 1 કરોડ કરતા વધુની રકમની ચાંદીની ચોરી થતા રાજકોટ પોલીસ તંત્ર દોડતું થયું હતું. ધારાસભ્ય સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને અલગ અલગ સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. ઉપરાંત કોઈ જાણભેદુ હોવાની શંકા આધાર પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘરના ઉપરના માળે રહેતા પરિવારને પણ પોલીસ સ્ટેશન લઇ જઈ પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *