સુરતમાં નકલી પનીરનો વેપલો કરનાર અડાજણની સુરભી ડેરી
સુરભી ડેરી સામે પાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી
હનીપાર્ક રોડ ખાતે આવેલી દુકાન સીલ કરાઈ
સુરતમાં નકલી પનીરનો વેપલો કરનાર સુરભી ડેરી સામે પાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી હોય તેમ સુરભી ડેરીની હનીપાર્ક રોડ ખાતે આવેલી દુકાન સીલ કરાઈ હતી.
સુરત પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરની નામાંકિત સુરભી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરભી ડેરીની દુકાન અને ગોડાઉનમાંથી અધધ કહેવાય તેટલો પનીર, દુધ, ઘી સહિતની શંકાસ્પદ વસ્તુઓ મળી આવ્યા બાદ સુરત મનપાના આરોગ્ય વિભાગે સુરભી ડેરી સામે લાલ આંખ કરી હતી. અને સુરભી ડેરીની અડાજણ વિસ્તાર હનીપાર્ક રોડ ખાતે આવેલી દુકાનને સીલ કરી દીધી હતી. તો સાથે જ સુરભી ડેરી નું ગોડાઉન પણ સીલ કરાયુ છે. જે અંગે આરોગ્ય અધિકારીએ વધુ માહિતી આપી હતી.
