પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં સુરતથી કાર્યકર્તા પહોંચ્યા

Featured Video Play Icon
Spread the love

પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં સુરતથી કાર્યકર્તા પહોંચ્યા
ભાજપ સુરતથી 4 સ્પેશિયલ ટ્રેન દોડાવશે
5000 મતદારોને મફતમાં કોલકાતા મોકલાશે.

પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું પાડવા ભાજપ સુરતથી 4 સ્પેશિયલ ટ્રેન દોડાવશે અને 5000 મતદારોને મફતમાં કોલકાતા મોકલાશે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય બંગાળ પર છે. સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે.સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી અથવા કારીગરીનું કામ કરે છે. આ શ્રમિક વર્ગ મોટો વોટબેંક ધરાવે છે. ચૂંટણીના સમયે રિઝર્વેશન ન મળવાને કારણે ઘણા લોકો વતન જઈ શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ શ્રમિકોને સીધા પશિ્ચમ બંગાળ મોકલવાની યોજના ઘડવામાં આવી છે.

ભાજપને આશા છે કે, સુરતથી જનારા આ હજારો મતદારો ત્યાં જઈને ભાજપના પક્ષમાં માહોલ બનાવશે. ચૂંટણીના તબક્કાઓને ધ્યાનમાં રાખીને ટ્રેનનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર છે અને તેને સાકાર કરવા માટે આ કામગીરી ચાલી રહી છે. સુરત ભાજપ કાર્યાલય અને બંગાળી સમાજ દ્વારા ટ્રેન સુવિધા એકદમ ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવી છે. મધ્યમ અને ગરીબ વર્ગના કારીગરો જેઓ મોંઘી ટિકિટ કે પ્લેનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમના માટે આ એક સુવર્ણ તક છે. ભાજપ આ માધ્યમથી એ સાબિત કરવા માગે છે કે, તેઓ કાર્યકરો અને મતદારોની પડખે ઉભા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *