નકલી નોટ છાપવાના ગુનામાં નાસતા ફરતા આરોપી
ઉધના પોલીસે યુપીવાસી સલમાન રાયનને ઝડપ્યો
ભેસ્તાનથી ભારતીય ચલણી નાણાની ડુપ્લીકેટ નોટોમાં વોન્ટેડ
નકલી નોટ છાપવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરતન ઉધના પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 તથા ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝનના નેજા હેઠળ ઉધના પી.આઈ। એસએન દેસાઈ અને જએસ ઝાંબરેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમકે ઈશરાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ચિરાગ અને કમલેશને મળેલી બાતમીના આધારે ઉન ભેસ્તાન ખાતેથી ભારતીય ચલણી નાણાની ડુપ્લીકેટ નોટોના ગુનામાં વોન્ટેડ આરોપી એવા યુપીવાસી સલમાન રાયનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
