જૂનાગઢના માંગરોળમાં પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ
તાલુકા વિકાસ અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ
ધારાસભ્ય ભગવાનજી કરગટીયા મેદાને આવ્યા.
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયા હોવાના આક્ષેપ થતા તપાસ શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટે પાયે કૌભાડ થયા હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2024- 25 માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂપિયા 1.70 લાખની સહાય આપવામાં આવે છે જેનો લાભ લઇ જેને બીપીએલ કાર્ડ અંતર્ગત આવતા હોય તેવા લોકોને સહાય આપવામાં આવતી હોય છે. પરંતુ માંગરોળ તાલુકાના મોટાભાગના ગામોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 700 થી વધારે આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે જેમાં મોટા પાયે ગેરરીતિ થયાનું સામે આવ્યું છે. માંગરોળ તાલુકાના શેખપુર ગામ માં લાભાર્થીઓએ વર્ષ 2014 15 માં જે મકાન બનાવ્યા હતા એ જ મકાનને ફરી વર્ષ 2024 25માં સરકારના ચોપડે મકાન બનાવ્યાનો બતાવી દેવામાં આવ્યું અને અધિકારીઓ દ્વારા મોટુ કૌભાંડ આચરિયાનો આરોપ લાગ્યો છે. આ સમગ્ર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલા કૌભાંડને લઈને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાને ફરિયાદ મળતા તેમણે મુખ્યમંત્રી ને તપાસ માટેની રજૂઆત કરી હતી.
માંગરોળ તાલુકાના બે વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો માત્ર ચોપડા ઉપર નવા બનાવી દેવા આવ્યા છે પરંતુ સ્થળ પર તેવું છે જ નહીં કેમકે અધિકારીઓ દ્વારા લાભાર્થીઓને અમુક રકમ ચૂકવીને તેમની પાસેથી મોટાપાયે રકમ લઈને રૂપિયા એક કરોડથી વધુ રકમ નો કોભાંડ થયા ની શંકા છે. લાભાર્થીઓએ જણાવ્યું કે વર્ષ 2014-15 માં તેઓએ મકાન બનાવવાની| શરૂઆત કરી હતી અને 2018માં મકાનનું કામ પૂર્ણ થયું હતું અત્યાર સુધીમાં તેમને 1.10 લાખની સહાય મળી છે. તાજેતરમાં જ કેટલાક અધિકારીઓ આવ્યા હતા અને તેમના જૂના મકાન પાસે ઊભા રાખીને ફોટોગ્રાફ્સ લઇ રહ્યા હતા એવું પણ જણાવ્યું હતું. ભાજપના ધારાસભ્ય હોવાથી સરકાર ખોટી રીતે બદનામ થઈ રહી છે તેને અટકાવવા માટે રજૂઆત કરી હતી. જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ વિભાગ તેમની પાસે આવતો હોવાથી તેમણે પણ તપાસના આદેશ આપ્યા છે અને જુનાગઢ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આ અંગે તપાસ શરૂ કરી છે.. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
