સુરત ડુમસ રોડ આર આર મોલ પાસે અકસ્માત
ડમ્પર ચાલકે બાઈક ચાલકને ઉડાવ્યો
બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત
સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યો હોય જે મામલે પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક વર્ષ દરમિયાન પ્રતિબંધ સમયે વાહનો શહેરમાં લાવનારાઓ સામે કરાયેલી કાર્યવાહી અંગે માહિતી અપાઈ હતી.
સુતરના ઉમરા પોલીસ મથકની હદમાં ડુમસ રોડ પર રાહુલ રાજ મોલ પાસેથી બાઈક પર પસાર થતા સુબાશ સિંહ રંગબહાદુર સિંહ ને એક ડમ્પરના ચાલકે અડફેટે લઈમોતને ઘાટ ઉતાર્યા હતાં. જે અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ડમ્પર ચાલક રામપાલ રામઆશિષ યાદવને ઝડપી પાડ્યો હતો. તો આ અંગે ઉમરા પોલીસે જણાવ્યુ હતું કે સુરત પોલીસ દ્વારા ભારે વાહન પ્રતિબંધીત વિસ્તારમાં પ્રવેશ કરનાર કોમર્શીયલ વાહનો વિરૂદ્ધ પ્રસિદ્ધ જાહેરનામા મુજબ ચાલુ વર્ષ દરમિયાન 127 જેટલા વાહનો ડિટેઈન કર્યા છે અને 6235 જેટલા કેસો તથા આરટીઓ દ્વારા 2367 જેટલા કેસ કરાયા છે.
