સુરતના માંડવીમાં કાર-બાઈક વચ્ચે અકસ્માત
બાઈક ચાલક સુનિલભાઈ ચૌધરીનું ઘટનાસ્થળે મોત
સુરત જિલ્લાના માંડવીના ફેદરીયા પાસે કાર ચાલક ને અડફટે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત.
યુવાન કઠોદરા જેટકો કંપનીમાં પોતાની નોકરી પર થી પરત ફરતી વખતે બાઈક અને ઇકો કાર વચ્ચે તરસાડાખુર્દ ગામે જતા અકસ્માત સર્જાયો. સુરત જિલ્લાના માંડવીના ઘંટોલી ગામની સીમમાં ફેદારીયા ચાર રસ્તા પાસે ઇકો કાર ચાલકે પૂર ઝડપે ગફલત ભરી રીતે ઇકો કાર હંકારી બાઇકને અડફટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત. બાઈક ચાલક સુનિલભાઈ ગીરીશભાઈ ચૌધરી ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે મોત થયું હતું આ બનાવવામાં બીટ જમાદાર નરેશભાઈ વસાવા તથા નીતેશભાઇ ચૌધરી દ્વારા સ્થળ પર પહોંચી મૃતક નો કબ્જો લઇ પીએમ કરાવી ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી..
