માંડવી તાલુકાના લીંમ્ધા ગામે અકસ્માત
બે મોટર સાઈકલ સામ સામે ભટકાતાં બંને ચાલકના મોત
મહિલાને ઈજા થતાં સારવાર હેઠળ રિફર કરવામાં આવ્યા.
માંડવી તાલુકામાં આવેલા લીંમ્ધા ગામે યામાહા કંપનીના મોટર સાયકલ ચાલકે સુપર સ્પલેન્ડર મોટર સાયકલને અડફેટે લેતાં બન્ને ચાલકના મોત થયા હતા. જયારે એક મહિલાને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બારડોલી તાલુકાના ભેસુંદલ્લા ગામના હેતલ બકુલભાઈ ચૌધરીજેઓ યામાહા કંપનીની R15 મોટર સાઈકલ નં-GJ-19-BM -9750 ના ચાલક પુર ઝડપે ગફલત ભરી હંકારતા ઉંમરપાડાથી માલ્ધા તરફથી આવાતી હિરો હોન્ડા સ્પલેન્ડર નં- Gj-19-BM- 4518 સવાર મનીષભાઈ લલ્લુભાઈ ગામીતને લીંમ્ધા ગામે અડફેટે લેતાં માથામાં ગંભીર ઈજા તથા બંને કાનમાંથી લોહી નીકળતા અને ડાબા પગમાં ફેક્ચર થતાં ઘટના સ્થળે મોત થયું હતું.જયારે અકસ્માત કરનાર હેતલ ચૌધરીને પણ ઈજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું.આ અકસ્માત બનવામાં ઉમરપાડા ગામના મૃતક મનીષભાઈ ગામીતની પત્નિ બાઈકની પાછળ બેઠેલા હોવાથી ઓછી વધતી ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા.આ બાબતે માંડવી પોલીસે ધટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ બંને મૃતકના પી.એમ.કરાવી આગળની પ્રકિયા હાથ ધરી હતી.
