સુરતમાં આપ દ્વારા કલેકટર થકી મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી
કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેચવાની માંગ કરી
વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેચવાની માંગ સાથે સુરત આપ દ્વારા કલેકટર થકી મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
સુરત કલેકટર થકી મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી કે 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતા થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતા વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણ તોલ ઘા સમાન છે. જેથી વડાપ્રધાન ને તેણે આપેલું વચન પણ યાદ કરાવવા માંગીએ છીએ કે એમને અગાઉ પણ કહ્યું હતું અને 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો, પશુ પાલકો, માછીમારો ના રક્ષણ માટે વડાપ્રધાન કટિબદ્ધ પ્રતિબદ્ધ છે એમને કોઈ પ્રકારની આંચ આવવા નહીં દે ભારત સરકારના નાણા વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી એવી શંકા છે. ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસ માં બજારમાં વેચાવવા માટે આવવાની શરૂઆત થઈ જશે એ પહેલા અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરીયાત વાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ 54 લાખ રૂપિયા જેટલી સબસીડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસીડી વાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે તેવા સવાલો કર્યા હતાં તો આ અંગે મીડિયાને વધુ માહિતી આપી હતી.
