સુરત, સચીન વાંજ ગામ નજીક બાઈક-ટ્રક અકસ્માતમાં મહિલાનું મોત
24 વર્ષીય મહિલા લક્ષ્મીબેન રાઠોડનું મોત, બે ઘાયલ
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સચીન વાંજ ગામ પાસેથી બાઈક પર સવાર પરિવારને ટ્રકે પાછળથી અડફેટે લેતા મહિલાનુ મોતનિપજ્યુ હતું.
સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતના સચિનના વાંજ ગામ પાસેથી બાઈક પર એક પરિવારના ત્રણ લોકો પસાર થઈ રહ્યા હતા તે સમયે બેફામ આવેલા ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા એક 24 વર્ષીય મહિલા લક્ષ્મીબેન રમેશ રાઠોડનું ઘટના સ્થલે જ મોત નિપજ્યુ હતું. જ્યારે મૃતકની માતા હંસાબેન સહિત બેને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. તો અકસ્માતને અંજામ આપી ટ્રક ચાલક ભાગી છુટ્યો હતો જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
