આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો અનોખો લગ્ન પ્રસંગ
પીપલવાણ ગામે અસલ આદિવાસી સંસ્કૃતિ મુજબ લગ્નપ્રસંગ
માંડવી તાલુકાના અંતરિયાળ એવાં બલેઠી ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવિષ્ઠ એવાં નાનકડા પીપલવાણ ગામે અસલ આદિવાસી સંસ્કૃતિ મુજબ લગ્નપ્રસંગ યોજાયો.
ઝાકમઝોળ અને પશ્ચિમી સંસ્કૃતિનાં આંધળા અનુકરણ પાછળ પડીને યુવા પેઢી ગાંડીતુર બનીને દોડી રહી છે, અને આર્થિક સધ્ધરતા નાં હોવાં છતાં સમાજમાં વટ પડે માન મોભો જળવાઈ રહે એટલે લોન મેળવીને કે દેવું કરીને પણ લગ્નપ્રસંગ યોજાઇ રહ્યા છે, ત્યારે સમાજને એક નવી દિશા મળે અને સમાજ કુરિવાજો માંથી બહાર આવે સાથે સાથે પોતાની આગવી સંસ્કૃતિ પણ જળવાઈ રહે, અને નવી પેઢી ને એક નવી દિશા મળે, એ હેતુથી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો લગ્નપ્રસંગ માંડવી તાલુકાના પિપલવાણ ગામે યોજાયો. પિપલવાણ ગામનાં મંજુલાબેન રમેશભાઈના પુત્ર અંકિતભાઇ વસાવાનાં લગ્નને શુક્રવારે યોજાયો હતો. જેમાં આમંત્રણ પ્રતિકા પણ વારલી ડિઝાઇનના સ્વરૂપે તૈયાર કરવામાં આવેલ હતી. કંકોત્રીમાં પ્રકૃતિનો જય હો, જય સંવિધાન, જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમજ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 23 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. અને આમંત્રણ પત્રિકામાં વાક્યરચના અને શબ્દાવલી વસાવી લોકબોલીમાં છાપવામાં આવી હતી,.
