સુરતના વેસુ ખાતે આઠમા માળે બે વર્ષનો બાળક બેડરૂમમાં લોક

Featured Video Play Icon
Spread the love

સુરતના વેસુ ખાતે આઠમા માળે બે વર્ષનો બાળક બેડરૂમમાં લોક
સેવન હેવન એપાર્ટમેન્ટમાં આઠમા માળે બની ઘટના
ફાયરે ભારે જહેમતે બાળકનુ રેસ્ક્યુ કર્યુ

સુરતના વેસુ ખાતે આવેલ સેવન હેવન એપાર્ટમેન્ટમાં આઠમા માળે બે વર્ષનો બાળક બેડરૂમમાં લોક થતા ફાયરે ભારે જહેમતે બાળકનુ રેસ્ક્યુ કર્યુ હતું.

સુરતના પોશ વિસ્તાર વેસુ વીઆઈપી રોડ પર આવેલા લક્ઝુરિયસ સેવન હેવન એપાર્ટમેન્ટના આઠમા માળે બે વર્ષનો બાળક બેડરૂમમાં લોક લાગી જવાથી ફસાઈ ગયો હતો. બે વર્ષનું બાળક બેડરૂમમાં રમી રહ્યો હતો અને લોક લાગી ગયા બાદ બાળક રડવા લાગતા પરિવારજનોમાં ચિંતામાં વધારો થયો હતો. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. વેસુ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર રોહિત ખલાસીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને દરવાજો તોડીને ગણતરીના સમયમાં જ બે વર્ષના બાળકને સહી સલામત બહાર કાઢી પરિવારને સોંપવામાં આવ્યું હતું. ખૂબ જ રડતી હાલતમાં બાળક મળી આવ્યું હતું જેથી પરિવારજનો તેને શાંત પાડ્યું હતું. જો કે બાળક સહી સલામત મળી આવતા પરિવારજનો ફાયર વિભાગનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *