સુરત જિલ્લાના ખેડૂતોની આશા ઉપર વજ્રઘાત
ડાંગર પકવતા ખેડૂતોએ મહામહેનતે પાક બચાવવા વ્યવસ્થા કરી
હાલ ડાંગર લેવાનુ બંધ કરાતા ખેડૂતોની હાલત કફોડી
કમોસમી વરસાદે સુરત જિલ્લાના ખેડૂતોની આશા પર જાણે વજ્રઘાત કર્યો છે. સુરત શહેરના જહાંગીરપુરા ખાતે આવેલી જિનિંગ મિલની બહાર, ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોએ મહામહેનતે પોતાનો પાક બચાવવા માટે પૂરી વ્યવસ્થા કરી હતી. જો કે હાલ ડાંગર લેવાનુ બંધ કરાતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે.
સુરત જિલ્લામાં વરસી રહેલા માવઠા ને કારણે ખેડુતોના ડાંગર પાકને મોટી અસર થઈ છે. ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ ડાંગર લેવાનું બંધ કર્યું છે. જેમાં સુરતના જહાંગીરપુરા ખાતે આવેલી પુરુષોતમ ફાર્મસ મંડળી દ્વારા પણ ડાંગર લેવાનું બંધ કરી દેવાયું છે. ગોડાઉન ફુલ થઈ જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ મંડળી પર 75,000 ગુણો ચોમાસું ડાંગર ગુણોની આવક થઈ છે. તૈયાર ડાંગર પલળી જતા ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે. ખેડૂતો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ થઈ રહી છે ત્યારે ખેડૂતોને હવે કાપણી કરેલ ડાંગરને ક્યાં સંગ્રહ કરવો તેની મોટી મુંજવણ ઉભી થઈ છે. તો સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂત સમાજ ની માંગ છે.
