સુરતના અમરોલીમાં શિક્ષિકાએ કર્યો આપઘાત
સાસરીયાના ત્રાસથી કંટાળી શિક્ષિકાએ કર્યો આપઘાત
પતિ ઝઘડો કરી માર મારતો હોવાથી ઝેરી દવા ગટગટાવી
સુરતના અમરોલી વિસ્તારમાં ફિઝિયોથેરાપિસ્ટ પતિ અને સાસરીયાઓ સામે શિક્ષિકના આપઘાત મામલે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
સુરતમાં અમરોલી પોલીસ મથકની હદમાં શિક્ષિકા પત્નિએ આપઘાત કર્યો હતો. જે મામલે પરિણિત શિક્ષિકાના પરિવાર દ્વારા અમરોલી પોલીસ મથકમાં શિક્ષિકના ફિઝિયોથેરાપિસ્ટ પતિ અને સાસરીયાઓ જેમાં બન્ને નણંદ અને સાસુ સસરા વિરૂદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. બન્ને નણંદ અને સાસુ સસરા દ્વારા વારંવાર શિક્ષિકા પત્નિને ત્રાસ અપાતો હોવાની સાથે પતિ દ્વારા વારંવાર ઝઘડો કરી માર મરાતા શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ હતું. હાલ તો અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
