સુરતમાં ફરી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
સચીન જીઆઈડીસી વિસ્તારમાં ઘર પાસે નહેરમાં પડ્યું બાળક
ઘર પાસે રમતી બાળા નહેરમાં પડી જતા મોત નિપજ્યુ

સુરતમાં ફરી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં સચીન જીઆઈડીસી વિસ્તારમાં ઘર પાસે રમતી બાળા નહેરમાં પડી જતા મોત નિપજ્યુ હતું.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી માસુમ બાળકોના મોતની ઘટના સામે આવી રહી છે. ત્યારે ફરી સુરત શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં સચિન જીઆઇડીસીમાં આવેલ ઓમ સાંઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષની બાળકી આરાધ્ય ઘર પાસે રમી રહી હતી ત્યારે બાળકી રમતા રમતા ઘર પાસે આવેલ નહેરમાં પડી ગઈ હતી. તો બાળકી નહેરમાં પડ્યા બાદ સ્થાનિકોની નજર જતા જ તેઓ સ્થળે દોડી ગયા હતા અને નહેરમાંથી બાળકીને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડી હતી જો કે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીના અચાનક નહેરમાં ડુબી જવાથી મોત નિપજતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ છે. હાલ તો બનાવને લઈ સચીન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *