સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગાંજાનો જથ્થો મળી આવ્યો
ડીઆરઆઈ અને કસ્ટમે ગાંજા સાથે 4 ની ધરપકડ કરી
પ્રવિણ કરમવીર, પ્રદિપ ભાન, વિક્રમ બુકલ અને અંશુલ ગુપ્તાની ધરપકડ
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી કરોડો રૂપિયાનો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. ડીઆરઆઈ અને કસ્ટમે ગાંજો ઝડપી પાડી ચારની ધરપકડ કરી હતી.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફરી ગાંજાનો જથ્થો ઝડપાયું છે. કસ્ટમ અને ડીઆરઆઈ ની ટીમે એક સંયુક્ત ઓપરેશનમાં રૂપિયા 9 કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. બેંગ્લોકથી આવી રહેલી ફ્લાઇટ માંથી છ કિલો ગાંજો મળ્યો હતો. તો બીજા દિવસે પણ તેજ ફ્લાઇટમાંથી આઠ કિલો ગાંજો મળી આવ્યો હતો. હાલ તો ડીઆરઆઈએ પ્રવિણ કરમવીર, પ્રદિપ ભાન, વિક્રમ બુકલ અને અંશુલ ગુપ્તાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
