સુરત પોલીસ કમિશનરની હાજરીમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો
ડી.સી.પી. ઝોન થ્રીમાં આવતા પોલીસ મથકનો રક્તદાન કેમ્પ યોજાયો
રક્તદાન કેમ્પ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોજવામાં આવ્યો
સુરત પોલીસ કમિશનરની હાજરીમાં ડી.સી.પી. ઝોન થ્રીમાં આવતા પોલીસ મથક વિસ્તારોનો એક મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. તો આ રક્તદાન કેમ્પ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોજવામાં આવ્યો હોવાનું જણાવાયુ હતું.
સુરત પોલીસ પ્રજાની પડખે રહે છે ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વારંવાર સુરત પોલીસ અલગ અલગ વિસ્તારોમાં રક્તદાન શિબિરનુ આયોજન કરે છે. તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતની હાજરીમાં ડી.સી.પી. ઝોન થ્રી પિનાકીન પરમારના વિસ્તારના સિંગણપોર, કતારગામ, ચોક બજા, લાલગેટ અને મહિધરપુરા પોલીસ મથકનો મેગા રક્તદાન કેમ્પ વેડરોડ નાની વેડ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો અને લોકોએ રક્તદાન કર્યુ હતું.
