ગુજરાતમાં કે.પટેલ માઇક્રો ફાઇનાન્સ નામની લોભામણી સ્કિમ
લાખો રૂપિયાની છેતરપિંડી કરી સાત વર્ષથી વોન્ટેડ
મુખ્ય સુત્રધાર કાંતિલાલ તાડાને રાજકોટ જોગમઢી ઝડપ્યો
સુરત, રાજકોટ, જામનગર સહિત ગુજરાતના અનેક શહેરમાં કે.પટેલ એન્ડ એસોસીયેટ તથા કે.પટેલ માઇક્રો ફાઇનાન્સ નામની લોભામણી સ્કિમ/ઇનામી ડ્રો દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરી સાત વર્ષથી વોન્ટેડ મુખ્ય સુત્રધાર કાંતિલાલ તાડાને રાજકોટ જોગમઢી આશ્રામ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
વીઓ: વર્ષ 2015 સાલમાં મુખ્ય આરોપી કાંતિલાલ તાડાએ તેના ભાગીદાર આરોપી ભરત જરીવાલા સાથે મળી છેતરપિંડી કરવાના ઇરાદે સુરત કતારગામ લલીતા ચોકડી જમનાબા કોમ્પલેક્ષમાં તેમજ ઉધના સહિત રાજકોટ-જામનગર ખાતે આરોપી કાંતિલાલ તાડાએ કે.પટેલ એન્ડ એસોસીયેટ તથા કે.પટેલ માઇક્રો ફાઇનાન્સ નામથી ઇનામી ડ્રો અને ફિક્સ ડિપોઝીટ અને બચત યોજના નામની સ્કિમ ચાલુ કરેલ અને વધુ પૈસા ભેગા કરવાની લાલચે કીમ, નવસારી, વિરપુર, લુણાવાડા, ડભોઈ, દેરોલ, હલોલ, ઘોઘંબા, સાવલી, આણંદ, જામનગર, સલાયા, અંજાર-કચ્છ, જુનાગઢ વગેરે શહેરોમાં કંપની બ્રાન્ચો ચાલુ કરી સાહેદો/ભોગબનનાર/થાપણદારો પાસેથી ઈનામી ડ્રો/ફિક્સ ડિપોઝીટ/બચત યોજનામાં રોકાણ અને ઇનામ આપવાના બહાને લાખો રૂપિયા ભેગા કરી સાહેદો, ભોગબનનાર, થાપણદારો સાથે છેતરપિંડી આચરી કોઈ તેનો સંપર્ક નહી કરે તે માટે મોબાઇલ ફોન બંધ કરીને ભાગી ગયો હતો જે અંગે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આરોપી પોલીસ પકડથી બચવા ગુજરાત છોડી બાવો બની ગયો હતો. જો કે તે હાલમાં પિતાની સારવાર માટે આવ્યો હતો અને મંદિરમાં રહેતો હોય જેની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે આરોપી કાંતિલાલ ઉર્ફે કિશનગીરી રણછોડ તાડાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
