તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિકલ સેલ, એનિમિયા, ટીબી અને અન્ય રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કુકરમુંડા તાલુકામાં આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં દર્દીઓને જરૂરી દવાઓ આપીને વિનામૂલ્યે લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના પ્રમુખ ડૉ. ધર્મેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આર્થિક રીતે પછાત અને ટીબીના દર્દીઓને પોષણશ્રમ કીટ અને દિવ્યાંગોને વ્હીલચેર તેમજ આંખની તપાસ અને ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ સંસ્થા દ્વારા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણે જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવાની જવાબદારી નું બીડું લીધું છે. તેના દરેક કામને લોકો તરફથી હંમેશા સારો પ્રતિસાદ મળે છે. તેથી તે લોકસેવાના નવા માર્ગ તરફ આગળ વધી રહ્યો છે.