સુરતના ભાઠેના ખાતે ઓનલાઈન કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ
જુના ઝઘડાની અદાવતમાં આગ લગાવવાની ઘટનામં બે ની ધરપકડ
પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી
સુરતના ભાઠેના ખાતે ઓનલાઈન કુરિયર કંપનીના ગોડાઉનમાં જુના ઝઘડાની અદાવતમાં આગ લગાવવાની ઘટનામાં બે આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે.
ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ભાઠેના વિસ્તારમાં ઓનલાઇન કુરિયર કંપનીમાં ગોડાઉનને સળગાવાયું હતું. અગાઉની માથાકૂટનો બદલો લેવા આગ લગાવી 14 લાખથી વધુનુ નુકશાન કરાયુ હોય આ મામલે ઉધના પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી સીસીટીવીની મદદથી આગ લગાવનાર આરોપીો વિશાલ સુનિલ ચૌધરી અને રવિ ગુલાબ સરોજને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતા જ્યારે અન્યોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.
