કડોદરા: જોલવા ગામે ડાઇંગ મિલમાં ભીષણ આગ
ડાઈંગ મિલના કેમિકલ ભરેલા ડ્રમમાં અચાનક વિસ્ફોટ
ઘટનામાં 20 થી 22 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
સુરત જિલ્લાના જોલવા ગામે આવેલી સંતોષ ડાઇંગ મિલમાં ગત રાત્રિ દરમિયાન ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના એક ડાઈંગ મિલના કેમિકલ ભરેલા ડ્રમમાં અચાનક વિસ્ફોટ થવાથી બની હતી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.
આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓ લાપતા થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને શોધવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે, 20 થી 22 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલો પૈકી 15 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વધુ ગંભીર હાલત ધરાવતા 7 લોકોને સુરત ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. બચાવ અને રાહત કામગીરી: ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં, 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આગની તીવ્રતાને જોતા, આગને સંપૂર્ણપણે ઓલવવામાં વધુ સમય લાગી હતો. આ સમગ્ર પરિસ્થિતિ પર જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે….
