સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં હાથ પગ બાંધેલી લાશ
અંજની ઈન્ડસ્ટ્રીયલ રેલ્વે પટર પરથી યુવાનની લાશ મળી
અનૈતિક સંબંધમાં હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ
સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં અંજની ઈન્ડસ્ટ્રીયલ રેલ્વે પટર પરથી યુવાનની હાથ પગ બાંધેલી લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી પાંચ હત્યારાઓને ઝડપી પાડ્યા હતં. તો અનૈતિક સંબંધમાં હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે.
સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉત્રાણ પોલીસે પાંચ હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં. વાત એમ છે કે અંજની ઇન્ડસ્ટ્રીયલ રેલવે પટરી પરથી એક યુવકની હાથ પગ બાંધેલી હાલતમાં લાશ મળી હતી જેની જાણ થતા જ ઉત્રાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આ ઘટનાને લઈ હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતા જાણવા મળ્યું કે બોથડ પર પદાર્થ માથામાં લાગવાથી યુવકનું મોત થયું હતું. તો મૃતકની તપાસ કરતા મૃતકનું નામ ઓમ પ્રકાશ યાદવ અને તે મૂળ ઉનાવ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
તો પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી સીસીટીવી અને હ્યુમન સોર્સીસની મદદથી હત્યામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ અર્પીત ઉર્ફે પીન્ટુ યાદવ, સત્યમ ઉર્ફે આકાશ યાદવ, વિવેક યાદવ સહિત પાંચ હત્યારાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં. તો આ હત્યા અનૈતિક સંબંધને લઈ કરાઈ હોવાનુ સામે આ્યુ છે.
