સુરત સિવિલ હોસ્પિટલમાં 4 વર્ષીય બાળાનુ મોત
મૌત નિપજતા પરિવાર દ્વારા તબીબની બેદરકારીના આક્ષેપ
ચાર વર્ષની બાળાને તાવ આવતા સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી
સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હોય તેમ એક ચાર વર્ષની બાળાને તાવ આવતા હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં બાળાનુ મોત નિપજતા પરિવાર દ્વારા તબીબની બેદરકારીના આક્ષેપ કરાયા હતાં.
સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં આવી હોય તેમ સચીન વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષ અંજલી વર્મા નામની બાળકી ને તાવ આવતા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. સાંજે 8 વાગે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરાયેલી બાળાને મોડી રાત્રે 11 વાગે હાજર તબીબે મૃત જાહેર કરી હતી. 4 વર્ષ ની અંજલિને તાવ થતા ખાસી આવતી હોય અને પગ દુઃખતા સારવાર અર્થે સિવિલ લાવતા મોત નિપજ્યુ હોવાનુ કહી પરિવાર જનોએ ડોક્ટરની બેદરકારીથી બાળાનુ મોત થયુ હોવાના આક્ષેપ કર્યા હતાં. હાલ તો બાળાના મોતને લઈ માતા-પિતા પર આભ તુટી પડ્યુ છે.
