સુરતમાં અસામાજિક તત્વોએ વટ મારવા કારો સાથે રિલ બનવી
સચિન પોલીસે કાર્યવાહી કર્યા બાદ ફરી તેઓએ રીલ બનાવી
લાજપોર જેલમાંથી છુટતા ઈસમો દ્વારા રિલ બનાવી હતી
સુરતમાં અસામાજિક તત્વો પોતાનો વટ મારવા માટે કારો સાથે રિલ બનાવી સોશીયલ મીડિયામાં અપલોડ કરતા હોય છે, ત્યારે આવી જ રીતે એક રિલ બનાવનારાઓ સામે અગાઉ પોલીસે કાર્યવાહી કર્યા બાદ ફરી તેઓએ રીલ બનાવી છે.
સુરત પોલીસને ખુલ્લો ચેલેન્જ આપતો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. કારના કાફલા સાથે ફિલ્મી ઢબે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયો હતો. જો કે અગાઉ પણ આવો જ વિડીયો સોશિયલ મીડિયામાં મુકતા સચિન પોલીસે કાર્યવાહી કરી હતી ત્યારે લાજપોર જેલમાંથી છુટતા ઈસમો દ્વારા રિલ બનાવી સોશીયલ મીડિયામાં પોસ્ટ કરાતી હોય છે જેને લઇ અગાઉ પણ સચિન પોલીસે કાર્યવાહી કરી હતી જો કે ફરી એકવાર અસામાજિક તત્વ દ્વારા આવા જ વિડીયો મુકતા સુરત પોલીસને ખુલ્લો ચેલેન્જ આપતો હોય એવુ લાગી રહ્યુ છે.
