માંડવી નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ખાત મુહૂર્ત
રોબર્સ પુરસ્કૃત યોજના હેઠળ 1.25 કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ વીજ કાર્ય
માંડવી સુપડી વિસ્તાર ખાતે આજરોજ સવારે 10:00 કલાકે સાંસદ પ્રભુભા વસાવાના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય કુવરજી હળપતિની ઉપસ્થિતિમાં અંડર ગ્રાઉન્ડ કાર્યનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
માંડવી નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ખાત મુહૂર્ત પ્રસંગે ડીજી વીસીએલના કાર્યપાલક ઇજનેર બારડોલીના ડીએમ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા રહ્યા હતા, તથા ધારાસભ્ય કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે , હાલમાં જે વાયરીંગ છે જેનાથી પક્ષીઑ પશુઓ, જાનવર માનવ માટે અનેક વખત દુર્ઘટનાઓના ભોગ બન્યા છે જ્યારે આ અંડર ગ્રાઉન્ડ વીજ કનેક્શન દ્વારા આ બધી દુર્ઘટનાઓ ટળી જશે અને વિદ્યુત સુવિધામાં વધારો થશે. કાર્યક્રમના અધ્યક્ષ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે માંડવી નગરમાં એક કરોડ 25 લાખના ખર્ચે અંડર ગ્રાઉન્ડ વાયરલાઇન થશે તેમજ જિલ્લા માટે 270 કરોડ તાપી જિલ્લા માટે 120 કરોડના ખર્ચે કેન્દ્રીય સરકારની રોબર્સ પ્રરુસ્કૃત યોજના હેઠળ મંજુર કરવામાં આવ્યા છે.
આજરોજ માંડવી નગરપાલિકા વિસ્તારમાં અંદર ગ્રાઉન્ડ ખાતમુરત કરવામાં આવેલ છે. આ સુવિધા દ્વારા લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે કે. એમ પટેલ એજ્યુકેટીવ ઈજનેર સુરત સર્કલ, ડીએમ પટેલ એજ્યુકેટીવ ઇજનેરબારડોલી, એન આર ચૌધરી નાયબ કાર્યપાલક ઈજનેર, શ્રી મોરી નાયબ કાર્યપાલક ઇજનેર તથા ડી જી વી સી એલ નો સ્ટાફ માંડવી પાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, ડો. આશિષભાઈ ઉપાધ્યાય ,કિરીટભાઈ પટેલ, મહામંત્રી શ્રી ઓ શાલીનભાઈ શાહ ,વિજયભાઈ પટેલ તેમજ નગર સંગઠન પાલિકા હોદ્દેદારો નાગરિક બેંક ના ડિરેક્ટરશ્રીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અંતે આભાર વિધિ પાલિકા નાચીફ ઓફિસર પૂર્વીબેન પટેલે કરી હતી
