સુરતમાં વિવિધ કંપનીઓમાં રોકાણના નામ 126 કરોડની છેતરપીંડી
છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
ભાગી છુટેલા આરોપી એવા ધનંજય ઉર્ફે ધનો ભીખુભાઈ બારડને ઝડપ્યો
સુરતમાં વિવિધ કંપનીઓમાં હજારો લોકોના ઈન્વેસ્ટમેન્ટના નામે 126 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરતમાં વિવિધ ગુનાઓ આચરી ભાગી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શુકુલ ગ્રુપ, શુકુલ શોબિઝ, શુકુલ વેલ્થ એડવાઈઝરી, શુકુલ ઈન્ફા., શુકુલ ફાર્મા, મની ફાઉન્ડર જેવી વિવિધ 26 જેટલી કંપનીઓમાં હજારો લોકોના ઈન્વેસ્ટમેન્ટના નામે લોકો પાસેથી આશે 126 કરોડથી વધુની ઠગાઈ આચરી ભાગી છુટેલા આરોપી એવા ધનંજય ઉર્ફે ધનો ભીખુભાઈ બારડને ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષે ઈચ્છાપોર આગમન રેસીડેન્સી પાસેથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
