ડીસા ઠાકોર સમાજના આગેવાનો અને ભૂવા વચ્ચે બબાલ
અંધશ્રદ્ધાને લઈને ઠાકોર સમાજના આગેવાનો અને ભૂવા વચ્ચે બબાલ
અરવિંદ ભૂવા અને ડીસા સહિતના ઠાકોર સમાજ વચ્ચે બબાલ
ડીસાના ઠાકોર સમાજના આગેવાનો અને ભૂવા વચ્ચે બબાલનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સરસ્વતી તાલુકાના મુના ગામના અરવિંદ ભુવાજીના સમર્થકો અને ડીસા સહિતના ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે બબાલ થઈ હતી. ભુવાજીના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી હતી
વાવ થરાદ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટે બેઠક મળી હતી.આ બેઠકમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી હતી. તેમણે સમાજના લોકોને ભુવાથી દૂર રહેવા અપીલ કરી હતી.તેમણે કહ્યું હતું કે, માતાજીના ભુવા પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. તેમના આ નિવેદન બાદ બનાસકાંઠામાં એક ભુવાજીએ ગેનીબેનને પડકાર ફેંક્યો હતો.ભુવાજીએ કહ્યું હતું કે, ભુવાઓ પર બોલવાનું બંધ કરો તો સારૂ છે. આ ભુવાજીએ પાંચ હજારથી વધુ બાધાઓ ચાલુ હોવાનો દાવો કર્યો હતો. આ મુદ્દા પર હવે ભુવાજી અને ઠાકોર સમાજ વચ્ચે તણાવ ફેલાયો છે. બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ એક ભુવાજીએ તેમને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, હવે ભુવાઓ પર બોલવાનું બંધ કરો. ત્યારબાદ પાટણના સરસ્વતીમાં અંધશ્રદ્ધા મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો અને ભુવાજી વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું સર્જન થયું હતું.
ભુવાજીના આ નિવેદન બાદ ઠાકોર સમાજના આગેવાનો સમાજને અંધશ્રદ્ધાથી દૂર કરવા માટે ત્યાં ગયા હતાં. આ મુદ્દે સમાજના આગેવાનો મુના ગામમાં ગયા અરવિંદ ભુવાજીના ઘરે ગયા ત્યારે વાત બગડતાં બબાલ થઈ હતી. ભુવાજીના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી હતી અને મોબાઈલ પડાવી લીધા હતાં. આ ઘટનાની જાણ થતા જ સમગ્ર પંથકમાંથી ઠાકોર સમાજના લોકો મુના ગામમાં એકત્રિત થયા હતાં. સ્થિતિ વધુ બગડે તે પહેલા જ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આખરે ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનોની માફી માગતા મામલો શાંત પડ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
