સુરત પુણા પોલીસ મથકની હદમાં ચોર ખાનામાં દારૂ
જય માતાજી પાર્કિંગમાં પાર્ક ટાટા ટેમ્પોના બોગીમાં દારૂ
ચોર ખાનામાંથી ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
સુરત પુણા પોલીસ મથકની હદમાં મગોબ સીએનજી પંપ પાસે જય માતાજી પાર્કિંગમાં પાર્ક ટાટા ટેમ્પોના બોગીમાં બનાવેલ ચોર ખાનામાંથી ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી કરતા તથા વેચાણ કરતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપી હોય જેને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પુણા વિસ્તારના મગોબ સીએનજી પંપની બાજુમાં આવેલ જય માતાજી પાર્કિંગમાં પાર્ક ટાટા ટેમ્પોની બોગીમાં બનાવેલ ચોર ખાનામાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 8 લાખ થી વધુનો દારૂનો જથ્થો, ટેમ્પો, સાથે મહારાષ્ટ્ર અહેમદનગરના નરેન્દ્ર ઉર્ફે નારાયણ દત્તાત્રેય નાગપુરેની ધરપકડ કરી 10 લાખ 7 હજારથી વધુની મત્તા કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
