મહારાષ્ટ્રના જલગાંવમાં મીસીંગ વીથ મર્ડરનો આરોપી
ગુનાને અંજામ આપી સુરત ભાગી આવેલા આરોપીને પકડ્યો
દિનેશ આનંદ ચૌધરી અને ભુષણ બાડુ પાટીલને ઝડપ્યા
મહારાષ્ટ્રના જલગાંવમાં મીસીંગ વીથ મર્ડરના ગુનાને અંજામ આપી સુરત ભાગી આવેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ તથા અન્ય રાજ્યોમાં ગુનો આચરી સુરત આવી ગયેલા આરોપીઓને શોધી કાઢવા ડ્રાઈવ હાથ ધરવા આપેલી સુચનાને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના જલગાંવમાં નોંધાયેલા મીસીંગ વીથ મર્ડરના ગુનામાં હત્યા કર્યા બાદ સુરત ભાગી આવેલા બે આરોપીઓ દિનેશ આનંદ ચૌધરી અને ભુષણ બાડુ પાટીલને પુણા પાટીયા ખાતે આવેલી ખાનગી લક્ઝરી બસમાંથી ઝડપી પાડ્યા હતા અને તેઓનો કબ્જો મહારાષ્ટ્રની જલગાંવ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
