નવસારીના ચીખલીમાં સગીરા સાથે દુષ્કર્મ,
ઝારખંડના ટ્રક ડ્રાઇવર સામે કાર્યવાહી
13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટનાથી જિલ્લામાં ચકચાર
વલસાડથી ઝારખંડ જઈ રહેલા ટ્રક ડ્રાઈવરે 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
નવસારીના ચીખલી વિસ્તારમાં એક દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવી છે. ઝારખંડના ટ્રક ડ્રાઇવરે 13 વર્ષની સગીરાને કેબીનમાં બેસાડીને દુષ્કર્મ આચર્યું છે. બાળકીના પરિજનોએ સગીરાને ટ્રકના અંદર જોઈ લેતા તાત્કાલક પોલીસને જાણ કરી હતી.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના બની છે. 13 વર્ષની સગીરા સાથે ઝારખંડના એક ટ્રક ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી ટ્રક ડ્રાઇવરે સગીરાને પોતાની કેબીનમાં બેસાડી આ કૃત્ય કર્યું છે. પરિવારને ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે બાળકીની ગેરહાજરી અંગે શંકા ગઈ. પરિવારે બાળકીની શોધખોળ કરતા ટ્રકની કેબીનમાં સગીરા મળી આવી. સગીરાને ટ્રકની કેબીનમાં જોતા પરિવારને પગનીચેથી જમીન ધસી ગઈ. પરિવારે તરત જ પોલીસને જાણ કરી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી, આ ઘટના વિસ્તારમાં ભય અને રોષનું વાતાવરણ ફેલાયું છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે બાળકી સાથે દૂષ્કર્મ કરનાર ડ્રાઇવર સામે કડકથી કડક સજા કરવામાં આવે. ચીખલી પોલીસના જણાવ્યા મુજબ વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે અને કેસ ઝડપથી આગળ વધારવામાં આવશે.
પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ડ્રાઇવર વિનય સુરજસિંહને ઝડપી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં પુરાવા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેની સામે સખત કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી સામે POSCO સહિત કલમો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચીખલી પોલીસ હવે સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે કે કેવી રીતે સગીરા ટ્રકની કેબીનમાં પહોંચી હતી, ડ્રાઇવરે તેને કેવી રીતે કેબીનમાં લઈ ગયો અને ઘટનાક્રમ દરમિયાન કોઇ અન્ય વ્યક્તિ અથવા કોઈ અન્ય વ્યક્તિ પણ આમાં શામેલ હતો કે કેમ. પોલીસ દ્વારા ટ્રકની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી વધુ પુરાવાઓ મળી શકે.બાળકીની તબિયત, તેનું કાઉન્સેલિંગ અને મેડિકલ ચેકઅપ પણ પોલીસની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી .
