સુરતમાં સ્મશાનગૃહ સામે મંડપના ગોડાઉનમાં આગ
અશ્વિનીકુમાર રોડ પર સ્મશાનગૃહ સામે મંડપના ગોડાઉનમાં આગ
ફાયર સ્ટેશનની 15 થી 17 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે અશ્વિનીકુમાર રોડ પર સ્મશાનગૃહ સામે મંડપના ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં રોજેરોજ આગના નબાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં વધુ એક આગનો બનાવ અશ્વિની કુમાર રોડ બન્યો હતો. અશ્વિનીકુમાર રોડ પર સ્મશાનગૃહની સામે મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેને લઈ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. જો કે આગ લાગતા આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે નવ જેટલા ફાયર સ્ટેશનની 15 થી 17 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.
