રાજકોટ ફરી ધાર્મિક પ્રકાશ મકવાણાની હત્યાથી રક્તરંજિત

Featured Video Play Icon
Spread the love

રાજકોટ ફરી ધાર્મિક પ્રકાશ મકવાણાની હત્યાથી રક્તરંજિત
ભીલવાસમાં 18 વર્ષીય યુવકની નિર્મમ હત્યા,
રોડ સાઈડમાં સૂતેલા લોકોને હેરાન કરવાને લઈ થઈ હતી બોલાચાલી

રાજકોટના ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં 18 વર્ષીય યુવકની હત્યા. રોડની સાઈડમાં સુતેલા લોકોને ધાર્મિક હેરાન કરતો હતો. બોલાચાલી બાદ મયુર લઢેર નામના શખ્સે હત્યા કરી. ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની તીક્ષ્ણ હથિયારથી હત્યા. પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી

રાજકોટ શહેર ફરી એકવાર રક્તરંજિત બન્યું છે. શહેરના ભીલવાસ, ઠક્કરબાપા વિસ્તારમાં એક 18 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે અને મૃતકના પરિજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગોઝારી ઘટના બાદ મૃતક ધાર્મિકના પરિવારજનોમાં ભારે શોક અને રોષનો માહોલ છે. મૃતકના પિતા પ્રકાશ મકવાણાનું કહેવું છે કે, ધાર્મિક તેના મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયો હતો. આ દરમિયાન તેની મયુર લઢેર સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી અને તેમાં મયુરે ધાર્મિકની હત્યા કરી નાખી. પિતાએ પોલીસ પાસે પોતાના પુત્રને યોગ્ય ન્યાય અપાવવાની માગણી કરી છે.

મળતી માહિતી મુજબ 18 વર્ષીય મૃતક યુવકનું નામ ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, ધાર્મિક રોડની સાઈડમાં સૂતેલા લોકોને અવારનવાર હેરાન કરતો હતો. આ બાબતને લઈને તેની મયુર લઢેર નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે મયુર લઢેરે તીક્ષ્ણ હથિયાર વડે ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની હત્યા કરી નાખી. બીજી તરફ, આ મામલે ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. પરિજનોનો આરોપ છે કે આરોપી મયુર લઢેર મૃતક ધાર્મિકને અવારનવાર ત્રાસ આપતો હતો. આ ઉપરાંત, આરોપી મયુર લઢેર ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને હત્યારા આરોપી મયુર લઢેરની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *