સુરતમાં લિફ્ટમાં લોકોના ફસાઈ જવાની વધી રહેલી ઘટના
ઘોડદોડ રોડ પર લીફ્ટનો કેબલ તુટી પડતા મહિલા ફસાઈ
સંગીતાબેનને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા
સુરતમાં લિફ્ટમાં લોકોના ફસાઈ જવાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઘોડદોડ રોડ પર લીફ્ટનો કેબલ તુટી પડતા ફસાયેલી મહિલાનું ફાયરે રેસ્ક્યુ કર્યુ હતું.
સુરતના ઘોડદોડ રોડ પર લીફ્ટનો કેબલ તૂટી જતા મહિલા ફસાઈ હતી. જેને લઈ ફાયરના જવાનોએ મહિલાને દોરડા બાંધીને બચાવી હતી. વાત એમ છે કે ઘોડદોડ રોડ ખાતે આવેલ નીરજ એપાર્ટમેન્ટમાં લિફ્ટનો કેબલ વાયર તુટી જતા લિફ્ટમાં એક મહિલા ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાઈ ગઈ હતી. જે અંગે ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી. અને લિફ્ટના ઉપરના ભાગેથી મજબુતીથી બાંધીને મહિલાને રસ્સીથી બહાર કાઢી બચાવી લેવાય હતી. હાલ તો મહિલા સંગીતાબેનને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી બચાવી લેતા મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો.
