જૂનાગઢમાં લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાના લાગ્યા પોસ્ટર

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢમાં લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાના લાગ્યા પોસ્ટર
ધીરેન કારીયાને વોન્ટેડ જાહેર કર્યાના પોસ્ટર લાગ્યા
ધીરેન કારીયા સામે ગુજસિટોકનો ગુનો નોંધાયો છે

જૂનાગઢનો કુખ્યાત બુટલેગર ધીરેન કારીયા છેલ્લા કેટલાય સમયથી ફરાર છે. તેની સામે ધરપકડનો વોરંટ નીકળી ચૂક્યો છે તેમ છતાં આરોપી ફરાર છે જેથી શહેરમાં તેના નામના પોસ્ટરો લાગ્યા છે. જેથી હવે આરોપી 30 દિવસમાં આત્મસમર્પણ નહીં કરે તો પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર અને જૂનાગઢનો ધીરેન કારીયા, જેની વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે તે છેલ્લા ઘણા સમયથી ગુજસિટોકના ગુનામાં પોલીસ પકડથી દૂર છે. ધીરેન કારીયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી આર્થિક ગુનાઓ, મારામારી, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાનું, પ્રોહીબિશન, એટ્રોસિટી અને દસ્તાવેજોમાં છેડછાડ જેવા ગંભીર ગુનાહિત કાર્યોમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. એપ્રિલ 2025માં જૂનાગઢ શહેરના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારીયા અને ટોળકી સામે ગુજસિટોકનો ગુનો દાખલ કર્યા બાદ ટોળકીના અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ ચાર્જશીટ પણ નોંધાઈ ચૂકી છે. જોકે મુખ્ય આરોપી ધીરેન કારીયા લાંબા સમયથી નાસતો ફરતો હોવાથી તેની વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજસિટોક સ્પેશિયલ કોર્ટ, રાજકોટ દ્વારા BNSS ની કલમ 72 હેઠળ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું, પરંતુ ધરપકડ વોરંટ પછી પણ આરોપી હાથ ન લાગતા BNSS ની કલમ 82 મુજબ તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં BNSS ની કલમ 84 અંતર્ગત જાહેરનામું જાહેર કરીને 30 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. જો આ સમયગાળા દરમિયાન પણ આરોપી હાજર ન થાય તો BNSS કલમ 85 મુજબ તેની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *