આજે સુરતમાં યુપીએસસીની પરીક્ષા યોજાઈ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 5 કેન્દ્રો પર યોજાઈ પરીક્ષા
સુરતમાં 1605 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી
આજે સુરતમાં યુપીએસસીની પરીક્ષા યોજાઈ હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત પરિક્ષા સુરતમાં 5 કેન્દ્રો પર યોજાઈ હતી. તો સુરતમાં 1605 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.
સુરત શહેરમાં યુપીએસસીની ઈપીએફઓમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસીસ્ટન પ્રોવિડન્ટ ફંડ કમિશ્નરની જગ્યાઓ માટેની પ્રવેશ પરીક્ષા-2025 યોજાઈ હતી. આજે સવારે 9.30 થી 11.30 વાગ્યા સુધી શહેરના કુલ 5 કેન્દ્રો પર લેવાઈ હતી. આ પરીક્ષા માટે 1605 ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષાથી એવો સેન્ટર પર પહોંચી ગયા બાદતમામનું ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કેટલાક પરીક્ષાર્થીઓ પ્રવેશ બંધ થયા બાદ આવતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે, આજ રોજ સુરતમાં પાંચ પરીક્ષા સેન્ટરોની અંદર યુપીએસસીની ઈપીએફઓની પરીક્ષા લેવાઈ રહી છે. આ માટે પરીક્ષા તંત્ર સજ્જ છે, જિલ્લાવહીવટી તંત્ર સજ્જ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સજ્જ છે. કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. પાંચ પરીક્ષાસેન્ટરોની અંદર યુપીએસસીના 1605 વિદ્યાર્થીઓ આજ રોજ પરીક્ષા આપી રહ્યા છે.
