મહાનગર પાલિકામાં યુનિયનની ઓફિસ અડધી રાતે ખાલી કરાવાઈ
પાલિકાના કેમ્પસમાં આવેલી યુનિયનોની ઓફિસને લઈ વિવાદ
સુરત મહાનગર પાલિકાના કેમ્પસમાં આવેલી યુનિયનની ઓફિસ અડધી રાતે ખાલી કરાવાઈ હોવાના આક્ષેપો કરાયા છે.
સુરત મહાનગર પાલિકાના કેમ્પસમાં આવેલી યુનિયનોની ઓફિસને લઈ વિવાદ સર્જાયો છે. ત્યારે સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલી નોટિસના જવાબ આપ્યા છતાં પણ યુનિયન ની ઓફિસો જબરજસ્તી ખાલી કરાવવાના આક્ષેપો કરાયો હતો. તો સમગ્ર મામલો લાલગેટ પોલીસ મથકે પહોંચ્યો હતો. અને યુનિયનના પ્રમુખોએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે નોટીસનો જવાબ આપ્યા છતાં પણ અડધી રાતે ઓફિસો જબરજસ્તી ખાલી કરાવી છે. હાલ તો સમગ્ર મામલે લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી છે.
