નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ કંટ્રોલરૂમનું લોકાર્પણ
સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર “નેત્રમ”નું લોકાર્પણ
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ કંટ્રોલરૂમ ખાતે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર “નેત્રમ”નું લોકાર્પણ કરાયુ હતું.
સુરત શહેરમાં પોલીસ કમિશનર કચેરીમાં સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયુ હતું. સુરત શહેરમાં હાલ 2000થી વધુ કેમેરા છે જેમાંથી 709 જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ ગાંધીનગર ત્રિનેત્રમ થી પણ થઈ શકશે. ગાંધીનગરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ગુજરાતના 34 જિલ્લાનું સીધો મોનિટરિંગ કરવામાં આવશે. જેનું લોન્ચિંગ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. સીસીટીવી કેમેરાના ફૂટેજથી ગુનાખોરીને અટકાવી શકાશે અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપીઓના ફોટાઓ સ્કેન પણ કરવામાં આવ્યા છે જેથી ગુનાખોરી કરનારા આરોપીઓને ઝડપથી પકડી શકાશે.
