જૂનાગઢ મહિલાના આપઘાત કેસમાં કોન્સ્ટેબલ પતિની ધરપકડ

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢ મહિલાના આપઘાત કેસમાં કોન્સ્ટેબલ પતિની ધરપકડ
પોલીસે આરોપી કોન્સ્ટેબલ આશિષ દયાતરને ઝડપ્યો
પતિના ત્રાસથી કંટાળી પત્નીએ કર્યો હતો આપઘાત

જૂનાગઢમાં પત્નીના આપઘાત કેસમાં મેંદરડા રહેતા અને ભેસાણ બદલી પામેલો પોલીસ કર્મી પોલીસની પક્કડમાં આવતા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ મૂળ માળિયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામના હાલ મેંદરડા પોલીસ ક્વાર્ટસમાં રહેતા કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતર સામે તેના પત્ની ભાવિશાબેનને મરવા મજબૂર કર્યાની ફરિયાદ મૃતકના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરીયાએ માળીયા પોલીસમાં નોંધાવી હતી અને પોલીસ કર્મી ફરાર થઇ ગયો હતો. લગ્ન જીવન દરમિયાન અન્ય મહિલાઓ સાથેના આડા સંબંધના કારણે પતિ આશિષએ પત્ની ભાવિશાબેનને અવારનવાર માર મારી, શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા કંટાળી જઈને પિયર પીખોર ગામે ગઇ તા. 11 નવેમ્બરના રોજ ગળાફાંસો ખાઈ લીધો હતો.

મૃતક ભાવિશાબેનને પતિ આશિષ દયાતરે મરવા મજબુર કર્યાની ફરિયાદ થતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન ચોરવાડના પીઆઇ એસ. આઈ. મંઘરા સહિતની ટીમે શનિવારે સાંજે આરોપી પોલીસ કોન્સ્ટેબલ આશિષ દયાતરને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *