પ્રભુ વસાવાનો મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે વિદેશ પ્રવાસ

Featured Video Play Icon
Spread the love

પ્રભુ વસાવાનો મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે વિદેશ પ્રવાસ
સાંસદ પ્રભુ વસાવા વિદેશ પ્રવાસથી પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું.

બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા, મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે વિદેશ પ્રવાસથી પરત ફરતા માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.

બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાની પીએમ ઓફિસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજી સાથે વિદેશ પ્રવાસમાં જવા માટે પસંદગી કરવામાં આવી હતી, જેઓ વિદેશ પ્રવાસથી પરત પોતાના માદરે વતન પરત ફરતા માંડવી બિરસા મુંડા સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ બિરસામુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુડાજીને પ્રતિમાને પુષ્પહાર પહેરાવ્યા હતા. તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રિતેશ રાવળ તથા તેમની ટીમ તેમજ માંડવી નગરપાલિકાના સદસ્યો દ્વારા પુષ્પહાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા એ જણાવ્યું હતું કે, મારી પીએમ ઓફિસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદીમૂર્મુ જી સાથે અંગોલા અને બોસવાના ડેલોગેશન વિદેશ પ્રવાસ માટે મારી પસંદગી થઈ તે બદલ આનંદ અને ગૌરવની લાગણી અનુભવ છું રા

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 60 વર્ષમાં પ્રથમ વખત અંગોલા દેશની વિઝીટ કરવામાં આવી હતી, જેમાં અંગોલા દેશના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે યજમાન તરીકે આ પ્રસંગે બોસવાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત રાષ્ટ્રપતિ મૂરમુજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક અને સામાજિક વિષય અંગે વાટાઘાટો કરાઈ હતી. સંસદ પ્રભુભાઈ વસાવાએ તેમનું સન્માન કરવા બદલ માંડવી નગરજનોનો આભાર માન્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *