સુરતમાં કાપોદ્રા પોલીસે રીઢા વાહન ચોરોને ઝડપ્યો
કાપોદ્રા સહિત ત્રણ પોલીસ મથકમાં નોંધાયેલા છે વાહન ચોરીના ગુના
અલ્પેશ મેર અને મુકેશ દેવીપુજકને ઝડપી ઝડપ્યા
સુરતમાં કાપોદ્રા પોલીસે રીઢા વાહન ચોરોને ઝડપી પાડી કાપોદ્રા સહિત ત્રણ પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનની સુચનાથી કાપોદ્રા પી.આઈ. એમ.બી. ઔસુરા ની ટીમના એ.એસ.આઈ. મિલન તથા અ.પો.કો. વિપુલસિંહ અને જયને મળેલી બાતમીના આધારે કાપોદ્રા નાના વરાછા ઢાળ પાસેથી બે રીઢાઓ અલ્પેશ મેર અને મુકેશ દેવીપુજકને ઝડપી પાડી તેઓ પાસેથી કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી ઓટો રીક્ષા તથા ઉત્રાણ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી બાઈક અને સુરત જિલ્લામાંથી ચોરાયેલ થ્રી વ્હીલર ટેમ્પો કબ્જે લઈ બન્નેની વધુ પુછપરછ હાથ ધરી હતી.
